જીવન સાથી - 26

(20)
  • 6k
  • 2
  • 4.5k

સ્મિત તો ખૂબજ ખુશ થઈ ગયો તેને તો પોતાના નસીબ આગળથી જાણે દુઃખનું પાંદડું ખસી ગયું હોય અને સુખની લીલીછમ ચાદર છવાઈ ગઈ હોય અને ઈશ્વરે પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી દીધી હોય તેમ તે ઉપર જોઈને પરમાત્માને થેંક્સ કહેવા લાગ્યો અને એકીટસે આન્યાને નીહાળી રહ્યો. કદાચ આન્યા શું બોલી રહી છે તે સાંભળવામાં તેને રસ ન હતો તેનાથી વધારે રસ તેને આન્યાની વાળની લટ જે તેના ગુલાબી ગાલ સાથે અથડાતી હતી અને આન્યા તેને વારંવાર પોતાના કાન પાછળ ધકેલી રહી હતી તે જોવામાં હતો. આન્યા આ વાતથી બિલકુલ અજાણ હતી અને એટલામાં તો વાત વાતમાં સ્મિતે આન્યાને એમ