પ્રાયશ્ચિત - 54

(102)
  • 8.9k
  • 5
  • 7.7k

પ્રાયશ્ચિત પ્રકરણ - 54સવારે ૯:૩૫ સુધીમાં તો હોસ્પિટલમાં તમામ આમંત્રિત મહેમાનો આવી ગયા હતા. જે પણ લોકો ઉદ્ઘાટન સમયે આવ્યા એ બધા જ આ હોસ્પિટલ જોઈને ચકિત થઈ ગયા. આખા જામનગરમાં આવી સુંદર હાય ફાય હોસ્પિટલ એક પણ ન હતી. કેતને પૈસા ખર્ચવામાં પાછું વળીને જોયું ન હતું. એની જિંદગીનું આ એક સપનું હતું. હોસ્પિટલ પણ એટલી બધી શણગારી હતી અને તબલાંની સાથે શરણાઈના સુર પણ એટલા તો મધુર હતા કે આવનાર સૌ મુગ્ધ થઈ ગયા.કેતનને બધા માત્ર નામથી ઓળખતા હતા. પરંતુ આજે તમામ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને મહેમાનો ઉત્સાહથી થનગનતા આ નવયુવાનને પહેલી જ વાર જોતા હતા. કેતન સાવલિયા ગ્રે