સુધા ઉઠી ત્યારે તે એક ગાડીમાં હતી. સવાર પડવાની તૈયારી હતી, કદાચ 3 વાગ્યા હશે, અને રસ્તો એકદમ સૂમસામ હાઇવે જેવો લાગતો હતો. ગાડી મોટી હતી, સુધાના હાથમાં સફેદ કડા હતા, તેણે સફેદ રંગની ચણિયા ચોળી પહેરી હોય તેવું લાગતું હતું, અને આંખોમાં ખૂબ જ ઘેન હતું. ડાબી બાજુની બારી ખુલ્લી હતી, અને હવા વહેતી હતી. હવા દરિયાઈ ભાગમાંથી આવતી હોય તેવું લાગતું હતું. ‘મે કીધું હતું ને.. ત્યારે જતાં રેહવાનું હતું..’ અમેય. અમેય ગાડી ચલાવી રહ્યો હતો. ‘અમેય?’ ‘અવાજ તારો બદલાઇલો લાગે છે.. હે ને?’ ‘હા. મને પણ. આપણે..’ ‘થેઓએના લગ્નમાં જઈએ છે, ગોવા.’ સુધાને તે ક્ષણો યાદ હતી.