સજન સે જૂઠ મત બોલો - 29

(46)
  • 3.8k
  • 3
  • 1.4k

પ્રકરણ ઓગણત્રીસમું/૨૯‘કલમ સાથેનો તમારો રિશ્તો ખત્મ કરવા નથી આવી પણ, કલમ પર તમારી પકડ વધુ સજ્જડ અને મક્કમ કરવા માટે આવી છું. હવે બોલો શું કરી શકો છો તમે ? સાક્ષાત સપના ચૌધરી તમારી સમક્ષ ઊભી છે.’ત્યાં જ અચાનક અજાણતામાં તેની મસ્તમૌલાની મસ્તીમાં મહાલાતો બેઠકરૂમમાં દાખલ થઈ ગીત ગણગણતાં પ્રવિણ બોલ્યો.. ‘અરે ડીવાનો,, મુજે પેચનો...મેં હું કોન....? અરે.. મેં હું દોન... દોન દોન દોન.’ગંભીર ચર્ચાના અંતે સપનાના ઘટસ્ફોટ જેવાં નિવેદનના અંતિમ વાક્ય સાથે દામોદરના ચહેરા પર અંકિત પર્માંશ્ચર્યની રૂપરેખા નિહાળતા, બે પળ માટે પ્રવિણ પણ દંગ રહી ગયો.અચાનક પ્રવિણની એન્ટ્રી પડતાં સપના પણ સ્હેજ ઝંખવાઈ. આકસ્મિક અચરજના અતિરેકની સીમા ઓળંગીને દામોદર