સિંગલ યુઝ પ્લાસ્ટિક: એક વૈશ્ર્વિક સમસ્યા આપણી પ્રૃથ્વીને નુકસાન પહોચાડવા માટેના દુનિયામાં અનેક કારણ જવાબદાર છે પરંતુ છેલ્લા કેટલાક દયકાઓ થી ‘પ્લાસ્ટિક’ પ્રૃથ્વી માટે ગંભીર અને ભંયકર પડકાર બની ઊભું છે. પ્લાસ્ટિક શબ્દ ગ્રીક ભાષાના ‘પ્લાસ્તિકોજ’ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘બનાવવું’ એવો થાય છે. જેની શોધની શરૂઆત 1862 માં એલેક્ઝાંડર પાકસૅ એ ઈંગ્લેંડ માં કરી હતી. ત્યારથી વર્ષો જતા એના ધણા સ્વરૂપ બદલાયા અને છેવટે 1970 માં એનો ઉપયોગ ઔધોગિક તેમજ ધરગથ્થુ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં થવા લાગ્યો.પ્લાસ્ટિક અન્ય ધાતુ કરતાં સસ્તુ અને ઓછી જગ્યા રોકવાથી અન્ય ધાતુની જગ્યાએ તે બહોળા