પ્રાયશ્ચિત - 53

(104)
  • 9k
  • 2
  • 8k

પ્રાયશ્ચિત પ્રકરણ 53ગુજરાતનાં બીજાં બધાં શહેરો કરતાં સુરતની દિવાળીની રોનક કંઈક અલગ જ હોય છે. સુરત લક્ષ્મીની ભૂમિ છે. વિલાસની ભૂમિ છે. સુરતની ધરતીમાં વિલાસિતા છે. એવું કહેવાય છે કે વાત્સ્યાયન મુનિએ કામસૂત્રની રચના સુરતની ભૂમિ ઉપર કરી હતી. અહીં પૈસાની રેલમછેલ છે. અહીંના માણસો લહેરી લાલા છે અને પૈસો ખર્ચવામાં માને છે. શુક્રનો વૈભવ સુરતના રોમ રોમમાં વ્યાપેલો છે. અહીંયાં અબજોપતિઓ પણ વસે છે. તાપી નદીના પાણીની કમાલ જ કંઈક ઓર છે. ડાયમંડની સાથે સાથે ભારતનો મોટો ટેક્સટાઇલ ઉદ્યોગ અને જરીઉદ્યોગ પણ સુરતમાં જ છે. સિદ્ધાર્થે સ્ટેશનથી કારને કતારગામ તરફ લીધી. આજે દિવાળી છે એવો અહેસાસ કેતનને રસ્તામાં જ થઈ ગયો.