ચંદીગઢ કરે આશિકી-રાકેશ ઠક્કરઆયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી'માં સામાન્ય પ્રેમ વાર્તા નથી. પ્રેમ વાર્તામાં એક છોકરી-છોકરો મળે અને બંને વચ્ચે પ્રેમ થયા બાદ નારાજગી થાય છે. અને બ્રેકઅપ કે પેચઅપ સાથે પૂરી થાય છે. જ્યારે 'ચંદીગઢ કરે આશિકી' માં છોકરીનો એક ભૂતકાળ હોય છે. અને તે છોકરાની પરેશાનીનું કારણ બને છે. છોકરીએ ઓપરેશન કરાવીને પોતાની જાતિ બદલી હોય છે. નિર્દેશક અભિષેક કપૂર શરૂઆતથી જ મૂળ મુદ્દા પર આવી જાય છે. તે મનોરંજન કરવાને બદલે સમાજને આ મુદ્દા પર શિક્ષિત કરવાનો આશય રાખે છે. પહેલા ભાગમાં ફિલ્મ ધીમી ગતિએ ચાલે છે. બીજા ભાગમાં ગતિ વધે છે પણ લાંબા દ્રશ્યોમાં અટવાતી