આજના પ્રવર્તમાન સમય ની મોટા માં મોટી ફરિયાદ છે કે આજના યુવાનો બગડ્યા છે. આજે વિભક્ત કુટુંબો વધતા જાય છે. સંયુક્ત કુટુંબમાં રહેવું કોઈ ને ગમતું નથી. દરેક ને પોતાની સ્વતંત્ર લાઈફ જીવવી છે. પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે અને આજનો યુવાવર્ગ આ સ્વચ્છંદતા ને સ્વતંત્રતા નું નામ આપી સ્વચ્છંદ બની રહ્યો છે. એ આ ભેદરેખા ને ક્યારે ઓળંગી જાય છે એ પોતે પણ જાણી કે સમજી શકતા નથી. પહેલાં ના યુવાવર્ગ માં જે સહનશક્તિ જે માન મર્યાદા હતા તે આજના યુવાવર્ગ માં જોવા મળતા નથી. આજે આપણા દરેક ની