શહેર ની બહાર , બધા શોરથી દૂર, બધી ચિંતાઓ થી મુક્ત આભમંડળ માં સૂર્ય સંપૂર્ણ લાલીમા થી અસ્ત થઈ રહ્યો હતો . વાદળો એની આસપાસ જાણે એકવીસ તોપો ની સલામી આપી રહ્યા છે . કરોડો લોકો ની જિંદગી ને રોશન કરી ને પોતે અંધકાર માં જઇ રહ્યા હતા . ખેડૂતો પોતાના કામ-કાજ થી પરવારી ને સુખ તો થાક લઈ ને , કામ ની સંતુષ્ટિ સાથે પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા . દિવસ તો હમેશા એક જ હોય છે , કોઈક માટે એ જ દિવસ યાદગાર બની જતો હોય છે . કોઈ ને એ જ દિવસે પોતાનું હમસફર મળી