આ વાર્તા એક મનોરંજન માત્ર છે. પાત્રો અને ઘટનાઓ પૂર્ણ પણે કાલ્પનિક છે. જો ક્યાંક કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સામ્યતા જણાય તો એ માત્ર એક સંયોગ હશે.********************સવારની પહોરમાં આછાં અજવાળે બગીચામાં જઈ યોગાભ્યાસ કરવાનું વિચાર્યું અને ચાલી મૂક્યું. ફૂલગુલાબી ઠંડીની મજા માણતાં માણતાં પ્રકૃતિને નજર અને શ્વાસોમાં ભરતાં ભરતાં દિનચર્યા વિશે વિચારો અચાનક મગજમાં ચકરાવે ચઢ્યા, ખાસ તો ઓફિસમાં આવેલા બદલાવના વિચારો...આજે એક પગે ઉભા રહી વૃક્ષાસન કર્યું.... આસન તો થઈ ગયું પણ વૃક્ષ જેવી સ્થિરતા ન આવી મનમાં. વિચારો તો પાંદડા માફ્ક ફફડતા જ રહ્યાં. આ વૃક્ષો કેમ કરી ખામોશી ઓઢી લેતાં હશે! નક્કી હું પણ પ્રયત્ન કરીશ.