પ્રાયશ્ચિત - 50

(99)
  • 9.8k
  • 3
  • 8.1k

પ્રાયશ્ચિત પ્રકરણ 50બે દિવસ પછી જયેશ ઝવેરીનો ફોન કેતન ઉપર આવી ગયો. "સાહેબ જગ્યા તો સુપર છે. લોકેશન પણ એકદમ રોડ ઉપર છે. ટોટલ ૬૦૦૦ વારનો પ્લોટ છે. એમાં ૪૮૦૦ ચોરસ વારમાં બાંધકામ થશે. બાકીનો ભાગ પાર્કિંગ માટે ખુલ્લો રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૧૫૦૦૦ ચોરસ ફૂટમાં ઓફિસો થશે. બાકીની જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખુલ્લી રહેશે." જયેશ બોલ્યો. "આપણને ૧૫૦૦૦ ચોરસ ફુટ જગ્યા મળી જશે. અને આપણે જે ડિઝાઇન આપીશું એ પ્રમાણે બાંધકામ કરી આપશે. જો આખો ફ્લોર લેવો હોય તો બિલ્ડર ૪ કરોડ માગે છે. ભાણજીભાઈ ની સ્કીમ છે. બેઠે ઉઠે સાડા ત્રણ થી પોણા ચાર કરોડમાં સોદો થઈ શકે. "" તમે