શ્વેત, અશ્વેત - ૨૨

  • 2.7k
  • 1
  • 1.3k

‘શ્રુતિ ઇઝ ડેડ.’ બારીની બહાર પક્ષીઓની કલ - કલ છે, સવારના 5 વાગ્યા છે. સૂરજ ઊગી ગયો છે. થોડોક ઉજળો પણ છે. અને વ્હાલસોયા બચ્ચાઓની જેમ સવારની પાસે રંગો દોડી આવ્યા છે. હવા સ્મિત જેમ મિઠ્ઠી વહે છે, આમાં શોક કઇ રીતે થાય? આ તો સુંદરતા ની ઋતુ છે. ક્યાંય વરસાદ તો પલટો નથી, પાંથી બેરંગ કોઈ આકાશ, કે જેને જોઈ શ્રુતિની યાદ આવે. શ્રુતિ મૃત્યુ પામી છે. શ્રુતિ. જેના પરિવારની આગળ પાછળ આ આખી કહાની રમે છે, તે મૃત્યુ પામી છે. અને બસ, આ હકીકત છે. કોઈ કથા નથી, જેમાં શ્રુતિ પાછી જીવંત થઈ જાય. રામેશ્વરમના કિનારા સુધી આ