ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૨

  • 3k
  • 1.6k

કાજલ અને કોલેજ રાજકોટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મીનાબેન કુંડલીયા મહિલા કોમર્સ કોલેજમાં કાજલે બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ચૌધરી હાઇસ્કુલના વિસ્તારમાં આવેલ કોલેજમાં દાખલ થતાં જ ઘેરા પીળા રંગના ચાર સ્તંભો, અને તેમના ટેકા પર બાંધેલ છતની દીવાલ પર દાતાશ્રીના નામ સાથે કોલેજનું નામ વાદળી અક્ષરોમાં લખેલ હતું. ત્રણ વર્ષનો સ્નાતકનો અભ્યાસક્રમ આ જ કોલેજમાં પૂર્ણ કરેલ હોવાથી કાજલ માટે કોલેજ ઘર સમાન બની ચૂકેલી. કોમર્સના અત્યંત પ્રચલિત વિષયો એટલે નામું, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. કાજલ પણ આ જ વિષયો સાથે અભ્યાસ કરી રહી હતી. કાજલે બી.કોમ.ના અંતિમ વર્ષના પરિણામથી દર્શાવી દીધું હતું કે નામા અને આંકડાશાસ્ત્રમાં તે