નિશાનો કોલેજ પ્રવેશ અમદાવાદ, નવરંગપુરા વિસ્તારમાં સ્થિત એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજમાં પ્રતિવર્ષ બાર સાયન્સ પ્રવાહ પાસ કર્યા પછી ડિગ્રી કોલેજમાં એડમિશન મેળવવા અર્થે આયોજન થતું હતું. સંપૂર્ણ ગુજરાતમાં અહીંથી કેન્દ્રિય ધોરણે પ્રવેશ થતો હોવાને લીધે જુન-જુલાઇ માસનો ગાળો મેળા જેવું વાતાવરણ રહેતું હતું. બાર સાયન્સમાં સારૂ પરિણામ આવે એટલે મેડિકલ પર પહેલી અને ત્યારબાદ એન્જીયરીંગ પસંદગી રહેતી. આમ, એલ. ડી. એન્જીનીયરીંગનું મેદાન પણ વાલીઓ અને તેમના પાલ્યોની સેનાથી ખચોખચ ભરેલું હતું. પ્રવેશ ફોર્મ ભર્યા પછી, જે તે અરજદારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતા. રૂબરૂ મુલાકાતમાં જે તે વિદ્યાર્થીએ એન્જીયરીંગના અભ્યાસ માટેની શાખા પસંદ કરવાની રહેતી. અમદાવાદ પાસપોર્ટ ઓફીસ