ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૦

  • 3.1k
  • 1.6k

વૃંદાની કોલેજનો સમય દસમા ધોરણની પરીક્ષા સારી એવી ટકાવારી સાથે ઉતીર્ણ કરી, વૃંદાએ આગળના બે વર્ષ નક્કી કર્યા મુજબ આર્ટ્સમાં પૂર્ણ કર્યા. બારમું ધોરણ પતે એટલે માતાપિતાની ઘણી બધી ચિંતાઓ પર પૂર્ણવિરામ લાગતો હોય છે. પરંતુ સરયુ માટે હવે પ્રશ્ન હતો વૃંદાના ઉચ્ચ અભ્યાસનો. કારણ કે વૃંદાની પસંદગી ઉતરી હતી અંગ્રેજી વિષય પર. કપડવંજમાં ત્રણેવ પ્રવાહમાં સ્નાતક થઇ શકાય તે માટે કોલેજ હતી. પરંતુ આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીને મુખ્ય વિષય રાખી શકાય તેમ નહોતું. આથી સરયુ પાસે વૃંદાને કપડવંજની બહાર અભ્યાસ અર્થે મોકલવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો રહ્યો. નજીકમાં બે જ કેન્દ્રો કે જ્યાં અંગ્રેજી વિષયમાં સ્નાતક બની