શાળાનો સમય વૃંદાનો શાળામાં ગાળવાનો સમય પૂરપાટ ગતિમાં પસાર થઇ રહ્યો હતો. દિવસો શાળામાં અભ્યાસમાં, શાળાએથી સોંપેલ ગૃહકાર્યમાં, અને સાથે સાથે માતાની મદદમાં પૂરા થઇ જતા હતા. અઠવાડિયામાં આવતો રજાનો એક દિવસ એટલે રવિવાર, અને તે પસાર થાય નાના રત્નાગીરી મંદિરના પ્રાંગણમાં. કપડવંજની ઘણી ખરી પ્રજા રવિવારની મજા કુંટુંબીજનો સાથે માતાના મંદિરે માણતા હતા. પ્રાથમિક શિક્ષણનું ભારેખમ ચડાણ, હજુ તો પૂર્ણ જ કર્યું હતું, અને વૃંદા સામે માધ્યમિક શિક્ષણ ઊભું હતું. શરૂઆત અત્યંત શાંત સ્વભાવ સાથે થઇ હતી, અને વૃંદાએ તે જ જાળવી રાખેલું. માધ્યમિક શિક્ષણનો પ્રારંભ થયો શ્રી ચંપકલાલ નવચેતન વિદ્યાલય(શ્રી સી એન વિદ્યાલય)થી. અંગ્રેજીના સી આલ્ફાબેટ આકારમાં