મિડનાઈટ કોફી - 30 - એક્સાઈટમેન્ટ

  • 2.4k
  • 1.1k

પૂર્વી : ડિલિવરી ના ૨૦ દિવસ પહેલા તમારે ન્યુ યોર્ક આવી જવાનું છે પપ્પા.પૂર્વી તેના રૂમમાં પપ્પા સાથે આજે ઘણા દિવસે ફાઇનલી વિડિયો કોલ પર વાત કરી રહી હોય છે.પપ્પા : સારું સારું.આવી જઈશ.પૂર્વી : પાક્કુ ને??તે કોઈ નાના બાળક ની જેમ પપ્પા પાસે પ્રોમિસ માંગતી હોય એમ પૂછે છે.પપ્પા : હા, દીકરા.પૂર્વી : તમે ખાધું??પપ્પા : હા, દીકરા.પૂર્વી : તમને બહુ એટલે બહુ મીસ કરું છું.અને તમને એક સારા સમાચાર આપવાના છે.પપ્પા : તારું રીઝલ્ટ આવી ગયું??પપ્પા ખુશ થતા પૂછે છે.પૂર્વી : હા.૯૪.૮૯%પપ્પા : અરે વાહ વાહ દીકરા.પપ્પા તાળી પાડવા લાગે છે.પૂર્વી હસે છે.પપ્પા : મને તારા પર ગર્વ