પત્ર - 2 - એક પત્ર મારી ઉંઘને

  • 4.1k
  • 1.5k

મારી પ્રાણપ્રિય, ઉંઘ મારી વહાલી,મારી સાથી,મારી સહોદર હું તને ખૂબ ચાહું છું.આ વાત આમ તો જગજાહેર છે,કહેવાની જરૂર જ નથી .જ્યારથી મને મારા હોવાનો અહેસાસ થયો ,ત્યારથી જ મને તારું જબરું ખેંચાણ.તારા વિના મને ક્યાય ચેન જ નહી. તારો ઉપકાર માનું એટલો ઓછો.તારા કારણે તો શીશુકાળમાં મને "ડાહી"નું બિરુદ મળેલું. નાની મોટી બીમારીઓ અને ઈજાઓ મારુ શું બગાડી શકે, જ્યારે તારા જેવો હૂંફાળો સાથ હોય ,માથે તારો હેતાળો હાથ હોય.ગમે તે પરિસ્થિતિમાં આપણે તો તારામાં જ ગુલતાન. તારું ચુસ્ત સમયપાલન, અંધારુ ઘેરાયું નથી ને મારી આંખમાં અંજાઇ નથી.પાછી તારા આશ્ર્લેષમાં હુંય જાણે બેહોશ....તારી આ આદતોને કારણે મારે મજાકનો ભોગ બનવું પડતું......મારા પરિવારમાં મોટેરાઓ કહેતા" આને સુતા પછી ઉકરડે નાખી