તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 6

(16)
  • 4.4k
  • 3
  • 2.1k

મિનલ: ( એકદમ શાંત પડી ગઇ, તેને પ્રણવની એકે એક વાત સાચી લાગી. )રમણકાકા પહેલેથી જ ગરીબ પરિસ્થિતિમાં રહ્યા હતા અને દીકરી મિનલને આટલો રૂપિયાવાળો છોકરો લઇ જવા તૈયાર હતો તેથી તેમણે દશ વર્ષ મોટા મિહિર સાથે તેને પરણાવી દીધી હતી. પ્રણવ: જે દિવસે તારા લગ્ન હતા તેના આગલે દિવસે જ હું આ ગામ છોડીને ચાલ્યો ગયો હતો, પછી આ ગામમાં કોઈ દિવસ મેં પગ જ મૂક્યો ન હતો. તું જતી રહી સાસરે પછી આ ગામમાં મારે માટે કશું રહ્યું જ ન હતું, એટલે કોઈ દિવસ આવવાનું મન જ ન થયું, મમ્મી-પપ્પાને પણ મેં શહેરમાં બોલાવી લીધા હતા. ઘણુંબધું સારું કમાઉ