તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 4

(13)
  • 4.2k
  • 2
  • 2.4k

પ્રણવ અને મિનલની ટેકરી ઉપરની આ મુલાકાત મિનલને અને પ્રણવને જિંદગીભર યાદ રહી ગઈ. મિનલની ખરી વિદાય આ હતી. જે તે જિંદગીમાં ક્યારેય ભૂલી શકી નહિ. લગ્નની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. અર્ચુ તેના નાના દિકરાને લઇને રમણકાકાના ઘરે આવી ગઇ હતી. મિનલના હાથમાં લગ્નની મહેંદી મુકાઈ ગઈ હતી,પીઠી ચોળાઇ ગઇ હતી. બસ,હવે જાન આવવાની જ વાર હતી. લગ્નના આગલા દિવસે રાત્રે મિનલ આખી રાત જાગતી બારી પાસે પ્રણવની રાહ જોતી બેઠી હતી. બીજે દિવસે સવારે જાન આવવાની હતી, તેને મિહિર સાથે લગ્ન કરવા જ ન હતા. પણ આખી રાત વીતી ગઇ, સવાર પડી, સૂર્યનું પહેલું કિરણ બારીમાંથી અંદર ડોકિયું કરવા લાગ્યું