તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 2

(12)
  • 4.2k
  • 3
  • 2.6k

મિનલ ખૂબજ બીમાર પડી ગઈ હતી, તે સાજી થઈને પાંચ દિવસ પછી જ્યારે સ્કૂલમાં આવી ત્યારે પ્રણવને શાંતિ થઇ,જાણે તેના જીવમાં જીવ આવ્યો. તે દિવસે તેને એવો અહેસાસ થયો કે હું મિનલને ચાહવા લાગ્યો છું અને મારે તેને આ વાત કરવી જોઈએ. એક દિવસ સ્કૂલેથી છૂટીને બંને જણ ચાલતાં ચાલતાં ઘરે જઇ રહ્યા હતા, ત્યારે પ્રણવે મિનલને કહ્યું કે, "મિનલ, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારા વગર રહી શકતો નથી. તું આટલા દિવસ સ્કૂલે ન હતી આવી તો હું સ્કૂલમાં પણ ગયો ન હતો." મિનલ એકદમ જોરથી હસવા લાગી....! પ્રણવને થયું આ મારી વાત કેમ ઉડાડી દે છે