કૉલેજ કેમ્પસ - 8 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(39)
  • 11.9k
  • 3
  • 10.2k

ભણતાં, ભણતાં અને મસ્તી કરતાં કરતાં દિવસો ક્યાં પસાર થઇ ગયા તેની ચારેયમાંથી કોઈને ખબર જ ન પડી અને એક્ઝામ પણ આવી ગઇ. સાન્વીને રિઝલ્ટનું ખૂબ ટેન્શન હતું પણ રિઝલ્ટ આવ્યું તો તેના ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન માર્ક્સ હતા. અને વેદાંશ પણ દર વખતની જેમ આખા ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હતો. આજે નોટિસ બોર્ડ ઉપર રિઝલ્ટ લગાવેલું હતું. ઈશીતા અને અર્જુનનો સેકન્ડ ક્લાસ આવ્યો હતો. ચારેય જણાં રિઝલ્ટની ચર્ચા કરતાં ઉભા હતા અને સાન્વી આજે પોતાના રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટીન્કશન માર્ક્સ આવવા બદલ વેદાંશને થેંન્કયૂ કહેતા ખુશીથી તેને ભેટી પડી અને ઈશીતા બોલી પડી, "બંને એમ જ રહેજો, નાઇસ લુકીંગ બોથ