કૉલેજ કેમ્પસ - 7 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(51)
  • 12.9k
  • 4
  • 11k

કોલેજમાં પણ નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ કોલેજમાં ગરબાની રમઝટ જામવાની હતી.જેને માટે જુનીયરોએ સીનીયરોના બતાવ્યા પ્રમાણે આખી કોલેજ ડેકોરેટ કરી, માતાજીનું મંદિર બનાવવાનું હોય છે અને રાત્રે ગરબાના સમયે કોલેજ એન્ટ્રન્સમાં દિવાની રંગોળી કરવાની હોય છે. જેનાથી કોલેજનું એ દ્રશ્ય આહલાદક લાગે છે. આ એક કોલેજની જૂની પ્રણાલિકા છે. સાન્વીને પણ ગરબાનો ખૂબજ શોખ એટલે નવે નવ દિવસના તેની પાસે નવ ચણિયાચોળી પણ અલગ જ હોય. આજે કોલેજમાં ગરબા હતા એટલે વિચારી રહી હતી કે આજે કયા ચણિયાચોળી પહેરવા? રેડ અને બ્લેક કલરના આખાય આભલાથી ભરેલા ચણીયાચોળી પહેરીને સાન્વી સજી