ઈશીતા, વેદાંશ અને અર્જુન ત્રણેય વાતો કરતાં કરતાં પોતાના ક્લાસરૂમમાં જાય છે જ્યાં રોહિત સરનું લેક્ચર ચાલુ થઈ ગયું હોય છે. ત્રણેયને મસ્તીના મૂડમાં જોઈને રોહિત સર તેમની ઉપર ભડકે છે અને તેમને ક્લાસની બહાર નીકળી જવા કહે છે. ત્રણેય જણ એકબીજાની સામે જૂએ છે અને સરને "સોરી સર" કહીને ક્લાસરૂમમાં બેસવા દેવા રિક્વેસ્ટ કરે છે. "આજે કોલેજનો પહેલો દિવસ છે એટલે બેસવા દઉં છું કાલથી ફરી આવું રીપીટેશન ન થવું જોઈએ." તેમ કહી રોહિત સર ત્રણેયને ક્લાસરૂમમાં બેસવા દે છે. બીજે દિવસે વેદાંશ કૉલેજમાં બધા કરતાં થોડો વહેલો જ આવી જાય છે અને સાન્વીની રાહ જોતો પોતાના આર એસ