લાઈફ આફ્ટર ડેથ (મ્રુત્યુ પર્યંત જીવન)

  • 4.1k
  • 1.5k

લાઈફ આફ્ટર ડેથ ( મ્રુત્યુ પર્યંત જીવન) શિયાળાની એક સાંજ, ઘડીયાળમાં ૬ વાગ્યાનો ટકોરો થયો. જીવનની આથમતી સાંજને જોતા અગાશીમાં બેઠેલા એક ૭૦ વર્ષના જ્યોતિ બા.કેટલાય ગહન વિચારોમાં તેવો ડૂબેલા હોય તેવું જણાતું હતું. "રામ બોલો ભાઈ રામ..! "એક તીવ્ર અવાજ તેમના કાનને અથડાયો. ધ્રૂજતા હાથે ટેબલ પર પડેલા ચશ્મા પહેરી જ્યોતિ બા એ નીચે નીકળેલી સ્મશાન યાત્રા પર નજર નાંખી. "બહુ ભલા માણસ હતા રવજીભાઈ"જ્યોતિ બા ના કાને બીજો એક અવાજ અથડાયો. પાછળ ફરીને જોયું તો તેમના પતિ શંકર ભાઈ પલંગ પર સૂતા હતા. "મારાથી તો નહીં જોવાય, આવું જોવું ને મને મારી સ્મશાન યાત્રા નીકળતી હોય એવા ભણકારા વાગે. "આંખો બંધ કરી મો ફેરવી ને