પતિના નસીબમાં પિયર નથી...!

  • 3.1k
  • 1
  • 1.1k

પતિના નસીબમાં પિયર નથી...! ટનાટન દંપતીને આવો વસવસો કદાચ નહિ હોય. એ માટે એની વાઈફને અભિનંદન આપીએ, એટલાં ઓછાં. આપણને તો પાંજરામાં ઊભેલાં વિકરાળ સિંહને જોઇને પણ પેટમાં ગુગળગૂ થવા માંડે, ત્યારે આ લોકો તેમની સાથે પણ હસણી જિંદગી કાઢે..! બધાના જ નસીબ કંઈ, ફૂલેલા ‘ફ્લાવર’ જેવાં થોડાં હોય..? કોઈના ફાલેલા ને ફૂલેલા નસીબ જોઇને એવો ઢેકાર થોડો ખવાય કે, આ ભાઈની જીંદગીમાં વસંતઋતુએ કેવો ફક્કડ માળો બાંધ્યો છે..? બનવાજોગ છે કે, એ નકલી હાસ્યનું પણ ‘ફેસિયલ’ હોય..! આ માસ્ક (મુખ-લંગોટ) તો કોરોનામાં આવી. બાકી, હસતા દેખાવાનો મુખવટો તો માણસ આદિકાળથી જ પહેરતો આવેલો. ખપ પડે ત્યારે પહેરી