" બે ટંકનું ભોજન "શિયાળાની સોહામણી સવાર.... દરરોજ સવારે બે ધર્મ પરાયણ ભાઈઓ હાથમાં વાજુ અને મંજીરા લઈને પ્રભાત ફેરીએ નીકળે... ખૂબજ ઠંડી પડે આપણને જ્યારે ગોદડામાંથી મોં બહાર કાઢવાનું પણ મન ન થાય તેવા સમયે તે બંને ભાઈઓ ખૂબજ સુંદર અને ભાવસભર ભજનો ગાઈને શેરીએ શેરીએ ફરી વળે, નિત્ય પ્રભાત ફેરી કરે અને સમગ્ર વાતાવરણ ધર્મમય બનાવી દે. એક વખત એક સજ્જન માણસે તેમને ઉભા રાખીને પૂછ્યું પણ ખરું કે, " તમે આટલા બધા વહેલા ઉઠીને પ્રભાત ફેરીએ નીકળો છો તો તમને ઠંડી નથી લાગતી...?? " ત્યારે પેલા બંને ભાઈઓએ જવાબ આપ્યો કે, " સાહેબ, ઠંડી તો ખૂબ પડે