વસુધા - વસુમાં - પ્રકરણ -19

(68)
  • 5.9k
  • 3
  • 3.5k

વસુધા પ્રકરણ -19 વસુધાની પિયરની વિદાય અને સાસરીમાં આગમન વસુધાને બધાએ ખુબ લાગણી અને પ્રેમથી વધાવી. વસુધાએ આવીને તરત લાલીને યાદ કરી...લાલીને પણ ગમાણમાં સ્થાન મળી ગયું. લગ્નની રાત્રે વસુધા અને પીતાંબરપ્રેમ એહસાસ અને સહવાસમાં પરોવાયાં. સવારે વહેલી ઉઠી વસુધા સ્નાનાદી પરવારીને પેહલી દેવસેવામાં જઈ ફૂલ ચઢાવી પ્રાર્થના કરી પછી સાસુ સસરાને પગે લાગી આશીર્વાદ લીધાં અને સીધી ગમાણમાં લાલી પાસે ગઈ... લાલી વસુધાને જોઈને ભાંભરવા માંડી. વસુધાએ એને હાથ ફેરવ્યો અને બોલી લાલી તને અહીં ફાવી ગયું ? નવી જગ્યા અને નવા માણસો તને કેવું લાગ્યું ? આ હવેથી આપણું નવું ઘર નવું કુટુંબ છે પણ તને અહીં કોઈ