ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-44

(56)
  • 3.8k
  • 2
  • 2k

( એલ્વિસ કિઆરા અને આયાનને સાથે જોઇને બેચેની અનુભવે છે.તે વિન્સેન્ટને કોઇ એવો રસ્તો શોધવા કહે છે જેમાં તે અને કિઅારા સાથે વધુ સમય પસાર કરી શકે.કિઆરા એલ્વિસને સરપ્રાઇઝ આપવા તેના સેટ પર ગાજરનો હલવો લઇને જાય છે પણ નો મોબાઇલ પોલીસી ના કારણે તે એલને કોન્ટેક્ટ કરી શકતી નથી.) કિઆરા પોતાના કપડાં ખંખેરીને ઊભી થઇ.તેણે હલવાનો ડબ્બો લીધો.તેને કોણીએથી લોહી નીકળી રહ્યું હતું.કિઆરા હવે ખૂબજ ગુસ્સે થઇ રહી હતી.તે સિક્યુરિટી ગાર્ડને મારવા માટે આગળ વધી પણ તેને એલ્વિસના શબ્દો યાદ આવ્યાં કે તે કોઇ બહાદુરી નહી દેખાડે.તે સિક્યુરિટી ગાર્ડમાં એક વૃદ્ધ દેખાતા ગાર્ડ પાસે ગઇ. "અંકલ,એલ્વિસને ખાલી આ ડબ્બો