મોજીસ્તાન - 63

(12)
  • 3.1k
  • 1.4k

મોજીસ્તાન (63) સ્ટેજ પરથી ગબડી પડેલા વજુશેઠને તભાભાભા પર ભયંકર ગુસ્સો આવ્યો હતો. આ બધો બખેડો એમના કારણે જ થયો હતો.અડધી રાત્રે ગોરાણીની મરણચીસ સાંભળીને લોકો ભેગા થઈ ગયા હતા. વજુશેઠને પણ કોઈએ સમાચાર આપ્યા હોવાથી તેઓ પણ તભાભાભાના ઘેર ગયા હતાં. ત્યારબાદ તભાભાભાને જીવતા જોઈને ડોશીઓ ભાગી હતી.ભેગા થયેલા લોકોએ પણ ભાગદોડ મચાવી હતી. 'લખમણિયો જો ભૂત થયો હોય તો જરૂર મને હેરાન કર્યા વગર રહેશે નહીં.' વજુશેઠ વિચારમાં પડ્યા હતા, કારણ કે જ્યારે આ લખમણિયો જીવતો હતો ત્યારે વજુશેઠના પરદાદા કલ્યાણશેઠની આ ગામમાં બોલબાલા હતી. મોટા ભાગના ખેડુનું નામું એ વખતે કલ્યાણશેઠની હાટડીમાં જ ચાલતું. એમાં