મોજીસ્તાન - 61

(14)
  • 3.3k
  • 1
  • 1.6k

મોજીસ્તાન (61) ગ્રામ પંચાયતમાંથી નીકળેલા ડો.લાભુ રામાણી પાછળ પાછળ, જમીન પર ડાંગ પછાડતો જઈ રહેલો ભુરો ભરવાડ ખુબ ખુશ હતો.એણે એની જિંદગીમાં એકસાથે પાંચહજાર ક્યારેય જોયા નહોતા.આજે અચાનક એનું મગજ ચાલ્યું અને ડોકટરના ગપગોળામાં વચ્ચે બકરું મરી ગયું હોવાનો ગપગોળો ચલાવી દીધો.હવે ડોકટરને ઝખ મારીને પાંચ હજાર દેવા પડશે એમ સમજીને એ ઘણો ઉત્સાહમાં આવી ગયો હતો.એની ઘરવાળી ભલી, એને કાયમ અક્કલ વગરનો કહીને મેણા મારતી હતી.આજ એને પોતાની બુદ્ધિનો પરચો પણ બતાવી દેવાની એની ઈચ્છા હતી. ડો.લાભુ રામાણીએ ચાલતા ચાલતા બરવાળા પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો. હજી થોડા દિવસ પહેલા જ પી.આઈ. સોંડાગરના બાપુજીની સારવાર એમણે કરી હતી.