નેહડો (The heart of Gir) - 2

(39)
  • 10k
  • 2
  • 6.2k

ભાણાને માતાજી આગળ બેઠેલો જોઈ ગેલો એ તરફ ચાલ્યો .ભેંસોનું ખાડું લઈ ગેલો જંગલમાં ચરાવવા જાય એ પહેલા આઈ ખોડલને માથું નમાવીને જ જાય. એ તેનો રોજિંદો ક્રમ હતો. આઇ ખોડલ પાસે માંગવાનું પણ કંઈ ઝાઝું નહીં,બસ એટલું જ માંગે. " હે.... માવડી મારા માલ ઢોર ને જંગલી જનાવરથી રખોપાં કરજે." ગેલાનાં દેશી જોડાનાં ઠહર...ઠહર..અવાજ સાંભળી કનો ઊભો થઈ ગયો . માતાજીનાં ઓટલે જઈ ગેલાએ કનાની આંખોમા જોયું તો ભોળીને મોટી મોટી આંખોમા ઝળઝળીયાં