દ્રૌપદી - 4

  • 3.8k
  • 1.8k

ગોવિંદ...ગોવિંદ...ગોવિંદ મેં મારી આંખો ખોલી.મારી આંખો લાલ થઇ ચુકી હતી.કદાચિત સતત રડવાના લીધે,ક્રોધનાં લીધે અથવા તો પ્રતિશોધની માંગને લીધે. આ સભામાં મારી સાથે થયેલાં દુરાચાર બાદ હું ખૂબ ક્રોધિત અવસ્થામાં હતી.માતા કુંતી અને માતા ગાંધારી મારી પાસે આવ્યા. માતા ગંધારીએ મારો ક્રોધ શાંત કરવા,હું કોઈ શ્રાપ ન આપી દવ એમાટે વરદાન માંગવા કહ્યું જેમકે કોઈ નાનુ બાળક રિસાયું હોય અને ભેટ આપવાથી ખુશ થઇ જશે. તેમનો આ અવાજ ત્યારે કેમ ન ઉઠ્યો જ્યારે તેમનાં પુત્રો અધર્મ તરફ આગળ વધી રહ્યાં હતાં,જ્યારે તેઓના ભ્રાતા શકુની તેઓને અધર્મનાં માર્ગ તરફ ચાલવા પ્રેરી રહ્યા હતાં? માતા કુંતીએ કહ્યું,"પુત્રી,તું થોડો સંયમ રાખ.તું જ છો