અંશ - 7

  • 3.3k
  • 1
  • 1.9k

(અગાઉ આપડે જોયું કે,કામિની ને ગાંડી ગણાવી ,અંબા દેવી એ અંશ નો કબજો લઇ લીધો છે.અને આ બાબત માં અનંત અને અમૃતરાય પણ તેમની સાથે જ છે,જે કામિની ને સમજાય ગયું.આથી કામિની ને મગજ માં એક નવો વિચાર આવે છે,અને તે પોતાના પિયર જવાની રજા માંગે છે.હવે આગળ...) કામિની તો મન માં ખુશ થતી થતી તૈયાર થઈ ને અંશ ને લેવા તેના સાસુ ના રૂમ માં પહોંચી ગઈ ત્યાં જ.. જવાનું ફક્ત તમારે છે વહુ, અંશ તો અહીં જ રહેશે.તેની સાસુ નો રૂઆબદાર અવાજ સંભળાયો.કામિની તો થથરી ગઈ.પણ બા મારા વગર અંશ અહીં કેમ રહેશે?હું સાંજે પાછી આવી જ જઈશ