બદલો - (ભાગ 30)

(27)
  • 3.7k
  • 1
  • 1.9k

અભી ખૂબ આનંદમય થઈને પર્વતો ની ટોચ ઉપર ઘૂમી રહ્યો હતો...અભી એ નીયા ને ફોન જોડ્યો...પરંતુ સામેના છેડેથી કોઈએ ફોન ઉઠાવ્યો ન હતો...અભી ને લાગતું હતું કે નીયા મસ્તી કરી રહી હતી એટલે એ લગાતાર એને ફોન કરતો રહ્યો...પાંચ છ વાર ફોન કર્યા બાદ એ થોડો ચિંતામાં આવી ગયો અને દોડીને નીયા ની રૂમ તરફ આવ્યો...બાથરૂમમાંથી નીયા બહાર આવી ત્યારે એની આંખો થોડી લાલ હતી અને ચહેરો સાવ ઠંડો પડી ગયો હતો...શીલા હજુ પણ ત્યાં જ ગુસ્સામાં બેઠી હતી...નીયા ને બહાર આવતા જોઇને એણે ફરી એકવાર તીર છોડ્યું...જાણે આજે શીલા એ નક્કી કરી જ લીધું હતું કે એ નીયા ને