પ્રાયશ્ચિત - 46

(96)
  • 10.1k
  • 4
  • 8.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 46" બોલ હવે તને ગુજરાતી થાળી ફાવશે કે પંજાબી ? ઘરના ખાણામાં તને મજા નહીં આવે એટલે આપણે બહાર જ જઈએ છીએ. નોનવેજ ખાતો હોય તો એ પ્રમાણે લઈ જાઉં. અમેરિકા રહ્યો છે એટલે પૂછું છું. " અસલમ બોલ્યો. બપોરનો એક વાગી ગયો હતો. " નહીં દોસ્ત ભલે અમેરીકામાં રહ્યો હોઉં પણ ચુસ્ત શાકાહારી છું. પીવાની પણ ટેવ નથી. મારા પપ્પા સ્વામિનારાયણને બહુ જ માને છે. પપ્પાની ચેમ્બરમાં પણ પ્રમુખસ્વામીની મોટી તસવીર એમની પાછળ લગાવેલી છે. જો કે હજુ અમારા ઘરમાં ડુંગળી લસણ ખવાય છે. " કેતન બોલ્યો. " તું શાકાહારી છે એ મને ખબર છે એટલે જ પૂછું છું.