પ્રાયશ્ચિત - 45

(109)
  • 10.1k
  • 1
  • 8.5k

પ્રાયશ્ચિત પ્રકરણ 45જગદીશભાઈ લોકોએ મુંબઈ સેન્ટ્રલ થી સવારે સાડા છ વાગ્યાની શતાબ્દિ પકડી લીધી અને સુરત પહોંચી ગયા. દાદર થી મુંબઈ સેન્ટ્રલ જવા માટે બે ટૅક્સી કરી લીધેલી. જામનગરની યાત્રા કેતનના પરિવાર માટે ઘણી યાદગાર બની ગઈ. એક વાતે સંતોષ પણ થયો કે કેતન ત્યાં સરસ રીતે સેટ થઈ રહ્યો હતો. જો કે કેતન ફરી પાછો જામનગરમાં એકલો પડી ગયો હતો. નીતાએ એને તે દિવસે સાવધ કરી દીધા પછી એણે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલને વાત કરી હતી. આશિષ અંકલે એક બાહોશ ઓફિસરને હાલ પૂરતી કેતનની સુરક્ષા સોંપી દીધી હતી. સવારે આનંદ ગાર્ડનમાં જોગિંગ કરવા ગયો ત્યારે તો કોઈએ એનો પીછો કર્યો ન હતો.