તલાશ - 40

(75)
  • 5.7k
  • 3
  • 3.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. રોડના આગલા વળાંક પર પહોંચેલા જીતુભાએ જીન્સ અને ટીશર્ટ પહેરેલી એક યુવતીને ભાગતી જોઈ. 6-7 કિલોમીટર પહેલા એની કાર રસ્તામાં ત્યજી દેવાયેલ હાલતમાં જોઈ હતી. હવે કેટલું ભાગશે. હમણાં પકડી લઈશ એમ વિચારતા એ આગળ વધ્યો યુવતી વળાંક લઇ ચુકી હતી જીતુભા એ વળાંક પર પહોંચ્યો તો એને જોયું કે લગભગ 300-350 મીટર દૂર એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું અને લગભગ 200 મીટર દૂર ઓલી યુવતી કંઈક રાડો નાખી ટ્રેકટરને રોકવાની કોશિશ કરતી ભાગતી જતી હતી. એણે ચતુરને ગોળી મારી હતી એટલે જીતુભાને ખુન્નસ તો