શાળાએ જવાનો સમય વિસાવદરમાં પોલીસ વસાહતથી જ્ઞાનમંદિર શાળા તરફ જતી શેરીમાં સહેદ શર્ટ, અને તે જ શર્ટને પોતાનામાં સમાવતા ઘેરા લાલ રંગના ફ્રોકને ધારણ કરેલ નિશા મસ્તીમાં શાળા તરફ ડગલા માંડી રહી હતી. કિશોરના ડાબા હાથમાં નિશાનો હાથ સમાયેલો હતા. પિતા, નિશા માટે શાળાનો પહેલો દિવસ હોવાને કારણે તેને મૂકવા જઇ રહ્યા હતા. નાનકડું બન્ને ખભાના આશરે લટકતું બેગ, જાણે જવાન યુદ્ધ લડવા જઇ રહ્યો હોય, તેમ હથિયારોથી સજ્જ હતું. શસ્ત્રો એટલે એક પાટી, પાટીપેન અને પાટી પર લખેલું ભૂંસવા માટે એક કાપડનો ટુકડો. ભાર વગરના ભણતરના વિચારને પોષતું બેગ. પગ ઉલાળતાં ઉલાળતાં, મસ્તીમાં શાળાએ જવાનો આનંદ આધુનિક યુગમાં