પુનર્જન્મ - 53

(38)
  • 5k
  • 3
  • 2.5k

પુનર્જન્મ 53 વૃંદા અમોલ સાથે ગઈ. એવું નહતું કે વૃંદાને ક્યારેય કોઈએ પ્રપોઝ કર્યું ન હોય કે અમોલને કોઈ છોકરી પસંદ ન આવી હોય. પણ એક અહેસાસ હોય છે, હદય કોઈને જોઈને ધડકવાનું એક પળ ભૂલી જાય છે. એ વ્યક્તિ ખાસ હોય છે અને એવી જ કોઈ અનુભૂતિ બન્ને અનુભવી રહ્યા હતા. પણ વૃંદા કરતાં અમોલ એ લાગણી માંથી વધારે પસાર થઈ રહ્યો હતો. ફિલ્મ સૃષ્ટિની ઘણી યુવતીઓને એ જાણતો હતો. પણ જે વૃંદામાં જોવા મળ્યું હતું, એ પેલી કોઈમાં જોવા નહોતું મળ્યું. સૌંદર્ય તો બધામાં હતું