પુનર્જન્મ - 50

(41)
  • 5k
  • 3
  • 2.5k

પુનર્જન્મ 50 અનિકેત જીપ લઈને નીકળ્યો. સિટી ગોલ્ડ આગળથી એણે સાવંતને પીકઅપ કર્યો. દસ વાગે વિશ્વજીતની એપોઇન્ટમેન્ટ હતી. બહુ જહેમત પછી એપોઇન્ટમેન્ટ મળી હતી. હાઈ હીલ કોમ્પલેક્ષના સાતમા માળે એની ઓફીસ હતી. અનિકેત જીપ પાર્ક કરી લિફ્ટમાં ઉપર ગયો. તદ્દન સાદી પણ સુંદર, સ્વચ્છ જગ્યા હતી. એ.સી.ની ઠંડકથી ઓફીસનું વાતાવરણ ઠંડુ હતું. રીસેપ્શન કાઉન્ટર પર એક યુવક બેઠો હતો. એ એક આશ્ચર્યની વાત હતી. મોટે ભાગે રીસેપ્શન કાઉન્ટર પર યુવતીઓ જ હોય છે. રાઉન્ડ સેઈપમાં સોફા મુકેલ હતો. અનિકેત અને સાવંત ત્યાં બેઠા. પ્યુન પાણી મૂકી ગયો. દિવાલો