ડિમ્પલના માતા-પિતા ના આવ્યા બાદ પણ ઘરનું વાતાવરણ સામાન્ય હતું, માટે દર્પણને ખાત્રી થઈ ગઈ કે ડિમ્પલે એના ઘરવાળાને કોઇજાતની વાતચીત કરી ન હતી. માટે એ પોતે સેફ છે અને ડરવાની જરૂર નથી એમ એને લાગ્યું. આ ઘટનાને બન્યાને એક મહિના બાદ દર્પણના સમાચાર કાઢવા માટે દર્પણના માતા-પિતા સુરત આવ્યા. માતા પિતા ને ઘરે આવેલા જોઈને દર્પણ ને ઘણો આનંદ થયો. દર્પણના પિતાએ દર્પણના અભ્યાસ સબંધી માહિતી લીધી. દર્પણના અભ્યાસથી રામુભાઇ સંતુષ્ટ હતા. એક દિવસ ડિમ્પલ દર્પણ ના ઘરે આવી. ' અંકલ દર્પણ ક્યાં છે ?' ડિમ્પલે દર્પણના પિતાને પૂછ્યું. ' દર્પણ એના રૂમમાં હશે.' રામુભાઇ એ કહ્યું.