દિવાળી

  • 2.9k
  • 1k

કહેવાય તો એક નાનકડો કોડીયો,પણ જેવો મેં એને પ્રગટાવ્યો,દિપક બની, ચારે બાજુ ઉજાસ ફેલાવ્યું,ઘરમાં ખુશી અને હર્ષોલ્લાસ પણ લઈ આવ્યું.મારા દિપકની ચમકથી બધા ભાગી જાય,ભાગે ડર, અને ઉદાસી પણ ચાલતી થાય,બસ હળીમળીને દિવાળી મનાવીએ,ચાલો દિલમાં પણ એક જ્યોત પ્રગટાવીએ.આ કવિતા, પાંચ દિવાળી પહેલા, મેં છેલ્લી વાર, મારી ભત્રીજી, કૃષ્ણાલીના મોઢે સાંભળી હતી. તે વખતે, મારી ઢીંગલી ફક્ત અગિયાર વર્ષની હતી. પરંતુ તે આશ્ચર્યજનક રીતે અત્યંત પ્રતિભાશાળી હતી. તે સુંદર અને તેજસ્વી બન્ને હતી. અગિયાર વર્ષની છોકરી માટે, તેની ભાષા કુશળતા અદભૂત હતી. આ કવિતા તેણે જ લખી હતી, અને દિવાળી માટે દિવા બનાવતી વખતે બોલી રહી હતી.પણ હું 'હતી' શા