હું અંધારી ઝુંપડીમાં ટૂંટિયું વાળીને બેસી રહ્યો હતો. બલ્બનો ઝાંખો પ્રકાશ મારા ચેહરાના હાવભાવ વાંચવામાં અક્ષમ હતો. સામે બેસેલી રફિયા પણ તે જ વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી. અંતે હારીને તે મારી નજીક આવી અને મારા વાળમાં હાથ ફેરવીને પૂછ્યું,“બદરુ , શું થયું ? શું આજે કોઈની સાથે ઝગડો થયો ? ના , ઝગડો તો તું કોઈની સાથે કરતો નથી તો શું કોઈએ કઈ કહ્યું ? અને જો કોઈએ કઈ કહ્યું હોય અને અને તું ઉદાસ હોય તો ભૂલી જજે , ખુદ્દારી ગરીબો માટે કોઈ માયને નથી રાખતી.” હું તેને કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો , આમેય તેને