આશા ની મશાલ

  • 2.1k
  • 1
  • 796

સમીર અને સીમા એટલે બે શરીર અને એક આત્મા. લવમરેજ તો નહીં,પણ પ્રેમ અને સમજ બંને માં ખૂબ જ. સમીર શહેર ની પ્રતિષ્ઠિત સ્કૂલ માં હિન્દી અને ગુજરાતી ભણવાતો,એ ઉપરાંત તેને વાંચવાનો શોખ પણ ખૂબ જ, એટલે અવારનવાર લાઈબ્રેરી માં જોવા મળે.જ્યારે સીમા એક નર્સ.બંને સાહિત્યના જીવડા,અને ઉપરથી ઋજુહ્ર્દય ધરાવે,કોઈની તકલીફ એમના થી જોઈ ના શકાય. બંને ને કોઈ સગા એ મેળવ્યા,અને પરિવારની મંજૂરીથી બંને લગ્નગાંઠે બંધાયા.સમીરે પ્રથમરાતે જ સીમા ને કહ્યું, "તું પહેલા એક સ્વતંત્ર વ્યક્તિ છે,એ પછી મારી પત્ની,કે આ ઘર ની પુત્રવધુ,મારા કોઈપણ કાયદા તારા પર કયારેય લાગુ નહિ કરું,તું તારા નિર્ણયો લેવા સ્વતંત્ર