હાઇવે રોબરી - 50 - છેલ્લો ભાગ

(51)
  • 4.1k
  • 4
  • 1.9k

હાઇવે રોબરી 50 વસંતને કોઈએ કોર્ટમાં ના જવા દીધો. કોઈ હાઈપ્રોફાઈલ કેસનો ચુકાદો હતો. બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. બહાર મીડિયાવાળા કવરેજ માટે ગોઠવાઈ ગયા હતા. વસંતને એક વિચાર આવ્યો. મીડિયા સમક્ષ જ સમર્પણ કરી દઉં તો ? મીડિયાવાળા કોઈ કેસની વિગતો, કારણો, સાક્ષિઓ, સાક્ષિઓના મંતવ્યો, સંભવિત ચુકાદાની શકયતા, લોકોના મંતવ્યો વગેરે આપવામાં વ્યસ્ત હતા. વસંતે વાત કરવાની કોશિશ કરી, પણ એક સાધુ સાથે વાત કરવામાં કોઈને રસ ન હતો. વિરેન્દ્રના બોસનો ફોન હતો. ટી.આર.પી.માં એમનો પ્રોગ્રામ સૌથી નીચે હતો. બોસ વિરેન્દ્રને ધમકાવતા હતા. વિરેન્દ્રને એ સમજાતું