અપશુકન - ભાગ - 27

(22)
  • 4.3k
  • 1
  • 1.7k

રાત્રે વિનીત આવ્યો ત્યારે અંતરાએ પર્લને તેની રૂમમાં બોલાવી.. “પર્લ, આજે પ્રિયાંકના ઘરે જે થયું તે બધી વાત પપ્પાને કર.” “પપ્પા, આજે પ્રિયાંક મને પોતાના ઘરે લઈ ગયો હતો.. તેનાં મમ્મી- પપ્પાને મળાવવા… ત્યાં એ લોકોએ પહેલાં તો મારી સાથે સારી રીતે વાત કરી, પણ જેવી તેમને ખબર પડી કે મને છ આંગળીઓ છે… તરત જ તેમના મોઢાના હાવભાવ બદલાઈ ગયા. પહેલાં પાણી લઈ આવવાના બહાને પ્રિયાંકનાં મમ્મી રસોડામાં ગયાં. પછી તેમણે પ્રિયાંક અને તેના પપ્પાને પણ રસોડામાં બોલાવ્યા. હું હોલમાં જ બેઠી હતી. રસોડામાંથી પ્રિયાંકની મમ્મી મોટે- મોટેથી બોલી રહી હતી: “ પ્રિયાંક, પર્લને છ આંગળીઓ છે? તે આ