વસુધા પ્રકરણ -18વસુધા હાર લઈને આવે અને પીતામ્બર ને આવકાર આપે એવું જણાવવામાં આવ્યું નવો રિવાજ સ્વીકારવો પડ્યો અને વસુધા હાર લઈને આવી અને પીતામ્બરને વધાવ્યો. પાર્વતિબેનને નવા રિવાજ સામે સંકોચ હતો પરંતુ પુર્ષોત્તમભાઈની આંખનાં ઈશારે ચૂપ રહ્યાં અને વર પક્ષની માંગણી સ્વીકારી લીધી એમની ન્યાતમાં પણ નવો ચીલો ચિતરાઈ ગયો. વસુધા અને પીતામ્બરનાં લગ્ન વિધિસર અને ખુબજ ધામધૂમથી થઇ ગયાં. બધાએ લગ્ન અને સહુનો આવકાર વખાણ્યો. વસુધાને લગ્નમાં જે કરિયાવર આપવામાં આવ્યું એવું બધાએ ખુબ વખાણ્યું અને બધાની જીભે એકજ વાત હતી કે પુરુષોત્તમભાઈએ ખુબ સારું કર્યું છોકરીને કોઈએ ના આપ્યું હોય એવું આપ્યું .વિદાય વેળાએ વસુધાના આંખમાં આંસુ રોકાતાં