પુસ્તક 'કાવ્ય પરિચય'- વિહંગાવલોકન

  • 6.3k
  • 1.9k

પુસ્તક 'કાવ્ય પરિચય' - વિહંગાવલોકનનવજીવન પ્રકાશનનું આ 1928માં લખાયેલું અને અનેક આવૃત્તિઓ બાદ 1960 માં ફરી પ્રકાશિત થયેલું પુસ્તક એક પુસ્તકમેળામાંથી મળેલું.કવિતાઓ કે ગીતો આપણી ભાષામાં ઘણાં છે ને ઘણાં ઉમેરાયે જાય છે. કવિતાઓ પણ મારી, આજે દાદા થયેલી પેઢીનાં પણ મા બાપો ભણતાં તે વખતની એક પ્રકારની હતી તો અમારી પેઢીને બીજી અને હવેની પેઢીને અલગ જ પ્રકારની ભણવા, વાંચવા મળે છે. જે તે કવિતામાં એ વખતની સંસ્કૃતિ અને રિવાજોનું દર્શન થાય છે.આ 212 પાનાંની ચોપડી વાંચતાં એક દોઢ સદી પહેલાંથી આશરે 60 વર્ષ પહેલાં સુધીની સમય યાત્રા કરી આસ્વાદ માણ્યો.પુસ્તકમાં કવિ મુજબ કવિતાઓ છે. કવિ ખબરદારની કવિતાઓ 'યા