જીવન સાથી - 24

(25)
  • 6.4k
  • 2
  • 4.6k

મોનિકા બેન આન્યાના મોંમાંથી સરી પડેલા "મોમ" શબ્દથી ભાવવિભોર થઈ જાય છે અને આન્યાને માથે હાથ ફેરવતાં કહે છે કે, " ધીમે ધીમે તને બધું જ યાદ આવી જશે બેટા અત્યારે તું નાહી ધોઈને તૈયાર થઈ જા અને તારા ગમતાં કપડા પહેરી લે આજે તને મળવા માટે તારા ફ્રેન્ડસ આવવાના છે. " અને આન્યા રેડી થવા માટે પોતાના વોશરૂમમાં જાય છે. મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતા ઘણી રાહત અનુભવે છે.. આન્યાને મળવા માટે તેના ફ્રેન્ડસ સંયમ, કંદર્પ અને સીમોલી જે તેની સાથે હોંગકોંગ બેંગકોકની ટૂરમાં ગયા હતા તે ત્રણેય આવે છે એટલે મોનિકા બેન આન્યાને કહે છે કે, તું